ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગળીની સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે રાજ્યભરમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર ભાવનગર જિલ્લામાં ખાસ કરીને તળાજા, મહુવા સહિતના તાલુકાઓમાં થાય છે અને તૈયાર થયેલ ડુંગળી સૌથી પહેલા ભાવનગર, તળાજા અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં વેચાવવા માટે આવે છે હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં દરરોજની ૨૫૦૦૦ થેલા જેટલી ડુંગળીની આવક થઈ રહી છે જાેકે છેલ્લા એકાદ સપ્તાહમાં ડુંગળીની ખૂલતી સિઝન સાથે જ ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એકાદ સપ્તાહથી વધુના સમયથી નવી ડુંગળીની આવક શરૂ થઈ જવા પામી છે હાલમાં ૨૦ થી ૨૫ હજાર થેલાની આવક થઈ રહી છે જેમાં એકાદ સપ્તાહ પહેલા સારી ડુંગળીનો ભાવ ખેડૂતોને એક મણનો ૪૦૦ રૂપિયા જેવો મળતો હતો તેમાં ધીમે ધીમે ઘટાડો થઈ આજે રૂપિયા ૨૦૦ થી ૩૫૧ સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હતા જાેકે ડુંગળીની સિઝન શરૂ થતાની સાથે જ ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે સરકાર દ્વારા ટેકાનો ભાવ વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી પણ ખેડૂતો દ્વારા માંગ ઉઠાવાઇ રહી છે જાેકે આગામી દિવસોમાં હજુ ડુંગળીની મબલખ આવક થવાની હોય સારી ગુણવત્તાવાળી ડુંગળીને ઊંચો ભાવ મળવાની શક્યતાઓ પણ જણાઈ રહી છે.
મહુવા યાર્ડમાં ૫૦ હજાર થેલાની આવક
મહુવાના માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળીની આવક ચાલુ થઈ ગઈ છે. ડુંગળી પકવતા ખેડૂતોને માર્કેટની બજાર પ્રમાણે સારો ભાવ મળતો નથી. તેથી ખેડૂતોમાં થોડીક નારાજગી જાેવા મળે છે જયારે વેપારીઓને તો સારી એવી સિઝન દેખાઈ રહી છે. ગયા વર્ષે સરકારે ડુંગળીના ટેકાના ભાવ શરૂ કર્યા હતા. તો ત્યારે થોડી ઘણી ખેડૂતને રાહત મળી હતી. આ વખત પણ એવો લાભ મળે એની આશા ખેડૂતો સેવી રહ્યા છે. હાલ શિયાળુ પાકની ચાલુ શરૂઆત થઈ છે. ત્યારે મહુવાના માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળીની આવક ચાલુ થઈ ગઈ છે. ગઇકાલે મંગળવારે અંદાજે પચાસ હજાર થેલા લાલ ડુંગળીની આવક થઈ છે. સાથે ૨૦ હજાર સફેદ ડુંગળીની આવક થઈ છે. સારી આવકની સાથે હરાજીનું કામકાજ પૂરા જાેરથી ચલાવામાં આવ્યું હતું. ડુંગળી પકવતા ખેડૂતોને માર્કેટની બજાર પ્રમાણે સારો ભાવ મળતો નથી તેને લઈને ખેડૂતોમાં થોડીક પણ નારાજગી જાેવા મળે છે. ડુંગળીનો વેપાર કરતાં વેપારીઓને તો સારી એવી સિઝન દેખાઈ રહી છે કારણ કે, આવનાર દિવસોમાં હજુ પણ ડુંગળી વધારે આવશે તેવી શક્યતાઓ છે.
તળાજા માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરરાજીમાં રૂા. ૩૦૧ થી ૩૫૧ સુધીના ભાવ બોલાયા
તળાજા માર્કેટીંગ યાર્ડમાં લાંબા અંતરાળ બાદ ડુંગળીની મુહૂર્તની હરાજી શરૂ થઇ છે. નવી સિઝનની ડુંગળીની આવક થતા હરરાજીમાં ક્વોલિટી પ્રમાણે પ્રોત્સાહક ભાવો રહ્યા હતા. જેમાં સારી જાતની ડુંગળીના ભાવ મણના ૩૦૧ થી ૩૫૧ સુધીના બોલાયા હતાં. તળાજા પંથકમાં ખરીફ સીઝન પહેલાની આગોતરી વાવેતર થયેલ ડુંગળી ધીમે ધીમે આવી રહી છે, હાલ હજી ડુંગળીનો નવો માલ આવતો ન હોવાથી સારી ગુણવત્તાવાળી ડુંગળીનો પ્રોત્સાહક અને ઊંચો મળવાની શક્યતા છે.