આંધ્રના નેલ્લોર જિલ્લાના કંડુક્કુરમાં ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુના રોડ શો દરમિયાન થયેલી ભાગદોડમાં સાતથી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ દરમિયાન ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
નાયડુ તેમની પાર્ટીના અભિયાનના ભાગ રૂપે જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા હતા અને તેમના સ્વાગત માટે કંડુકુરમાં હજારો સમર્થકો એકઠા થયા હતા. આ ઘટના બાદ નાયડૂએ રોડ શો અધવચ્ચે છોડીને હોસ્પિટલ ગયા હતા, જ્યાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. તેમણે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી.