ગુરુવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ડાઉન થઈ ગયું. તમામ યુઝર્સને લોગીન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે યુઝર્સ ટ્વિટર પર લોગીન કરે છે ત્યારે એરર મેસેજ આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્વિટર પર સવારે 7:13 વાગ્યાથી યુઝર્સને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
જ્યારે યુઝર્સ ટ્વિટર પર લોગીન કરે છે ત્યારે આ પ્રકારનો એરર મેસેજ દેખાય છે. ટ્વિટર ડાઉન એવા સમયે થયું જ્યારે 2 મહિના પહેલા એલન મસ્કે 44 બિલિયન ડોલરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદ્યું હતું. ઈલોન મસ્ક ટ્વિટર ડીલ બાદથી પોતાના નિર્ણયોને લઈને ચર્ચામાં છે. તેઓ સતત ટ્વિટરની પોલિસી બદલી રહ્યા છે. એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે ટ્વિટર ડાઉન થયું છે. આ પહેલા 11 ડિસેમ્બરે યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.