Saturday, May 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બહેનના પ્રેમીની હત્યા માટે ભાઇએ જ 50 હજારમાં સોપારી આપી

સોલામાં રેલવે ટ્રેક પાસેથી લાશ મળવાનો મામલે ત્રણ આરોપીની ધરપકડ

aaspassdaily by aaspassdaily
2023-01-03 11:29:36
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

શહેરના ચાણક્યપુરી રેલવે ફાટક પાસેથી મળી આવેલ યુવકના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમની પૂછપરછમાં સામે આવ્યું છે કે, પ્રેમ સંબંધમાં યુવકને માર મારવા માટે સોપારી આપવામાં આવી હતી.
શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલ્વે ટ્રેક પર લોહીથી લથપથ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી. જોકે, તપાસ દરમિયાન જ્યાં મૃતદેહ મળી આવ્યો હતો. તેની નજીકમાં યુવકનું જેકેટ અને લોહીના નિશાનો મળી આવ્યા હતાં. જેથી પરિવારજનોએ આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. એવામાં પોલીસને એક સીસીટીવી ફુટેજ પણ હાથ લાગ્યા હતાં. જેમાં ત્રણ યુવાનો મૃતક રાજેન્દ્ર નવલને ચાણક્યપુરી સેક્ટર 3 ફેશન કીંગ નામની દુકાન પાસે માર મારી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આ ત્રણેય યુવાનોની પૂછપરછ કરતાં સમગ્ર હત્યાનો મામલો મામલો બહાર આવ્યો હોવાનું ઝોન 1 ડીસીપી લવિના સિન્હાએ જણાવ્યું હતું.
જે હત્યાના ગુનામાં સોલા પોલીસે સીસીટીવી ફુટેજ આધારે વિજય ભરવાડ, અનમોલ યાદવ અને પ્રવિણ પુરબીયા નામના આરોપીની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં સામે આવ્યું છે કે, પ્રેમ સંબંધમાં આ ત્રણેય આરોપીઓને મૃતક રાજેન્દ્ર નવલને માર મારવાની સોપારી આપવામાં આવી હતી. જેના બદલામાં તેઓને રૂપિયા 50 હજાર મળવાના હતાં. જેથી તેઓએ રાજેન્દ્રને ચાણક્યપુરી ખાતે માર માર્યો હતો. બાદમાં તેને સાયન્સ સિટિથી હેબતપુર તરફ જતાં બ્રિજ પાસે લઇ ગયાં હતાં. જ્યાં તેને માર મારતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચતાં આરોપીઓએ મૃતદેહ રેલ્વે ટ્રેક પણ ફેંકીને ફરાર થઇ ગયાં હતાં. જોકે, સીસીટીવી ફુટેજે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

Tags: 3 arestAhmedabadYUvati murder
Previous Post

તાઈવાન સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન

Next Post

કેબિનેટના 16 મંત્રીઓના અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂંક

aaspassdaily

aaspassdaily

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
મંત્રીઓને જિલ્લા પ્રભારીની કામગીરી સોંપાઈ

કેબિનેટના 16 મંત્રીઓના અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂંક

ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.