ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી સુસવાટા મારતા ટાઢા બોળ પવન સાથે પડી રહેલી ઠંડીથી જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે. ગુરુવારે ભાવનગરમાં શિયાળાની સિઝનમાં પ્રથમ વખત મહતમ તાપમાનનો પારો ૨૩ ડિગ્રીથી નીચે જઇને ૨૨.૯ ડિગ્રીએ પહોંચી જવા પામ્યો હતો. જ્યારે રાત્રીના તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થતા દિવસ અને રાત્રીના તાપમાનમાં માત્ર ૫.૩ ડિગ્રીનો તફાવત રહ્યો હતો.
સમગ્ર સૌરાષ્ટÙ અને ગુજરાત ભરના શહેરોમાં ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા તમામ શહેરોમાં છેલ્લા ચાર દિવસથી ઠંડીનુ સામ્રાજ્ય છવાયું છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સરેરાશ ૨૫ ાદ્બની ઝડપથી ફુકાઈ રહેલા ટાઢા બોળ પવનથી કાતિલ
ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હોય તેવો માહોલ સર્જાયો છે લોકો કામ સિવાય ઘરની કે ઓફિસની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે અને રાÂત્રના સમયે તો રસ્તાઓ સુમસામ બની રહ્યા છે. કાતિલ ઠંડીના કારણે બાળકો અને વડીલોની મુશ્કેલીમાં વધારો થયો છે સાથો સાથ રખડતા પશુઓને પણ હાલત કફોડી થવા પામી છે.
ભાવનગરમાં ગઈકાલે ગુરુવારે મહત્તમ તાપમાન ૨૨.૯ ડિગ્રી નોંધાયુ હતુ જે આ શિયાળાની સિઝનનું સૌથી ઓછું તાપમાન છે જ્યારે આજે સવારે હવામાન વિભાગના આવેલા આંકડા મુજબ રાÂત્ર દરમિયાન ગઈકાલની સરખામણીએ ત્રણ ડિગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧૭.૬ ડિગ્રી નોંધાયુ હતુ અને દિવસે ૨૨ કિલોમીટર તથા રાÂત્રના સરેરાશ ૧૨ ાદ્બની ઝડપે પવન ફૂકાયો હતો આમ રાÂત્રના સમયે પવનની ઝડપ ઘટતા ઠંડીમાં આંશિક રાહત થવા પામી છે. આજે સવારથી પણ પવનની ઝડપ ઓછી રહેતા લોકોએ ઠંડીમાં થોડી ઘણી રાહત મેળવી છે રાત્રી દરમિયાન ભેજનું પ્રમાણ ૭૫% રહ્યુ હતુ.