અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ૫૪મુ પ્રદેશ અધિવેશન ભાવનગરના યજમાન પદે આજથી યોજાયું છે.
મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થતિ વાળા પ્રદેશ અધિવેશનની શરૂઆત દર વર્ષની જેમ ધ્વજારોહણ થી કરવામા આવી હતી. પુનઃનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ડા.સંજયભાઈ ચૌહાણ અને પ્રદેશ મંત્રી કુ.યુતિબેન ગજરે દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહ નગરમા ધ્વજારોહણ કરવામા આવ્યું હતું. જેમા અ.ભા.વિ.પ.ના એક મુખ્ય ધ્વજની ફરતે અન્ય ૫૩ જેટલા ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા.