શ્વાનના ત્રાસ મુદ્દે થયેલી બે વ્યક્તિઓની માથાકૂટનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જેની સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે જીવદયા પ્રેમીઓને ટકોર કરી. રસ્તા પર રખડતા શ્વાનને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન હાઈકોર્ટે પાલતુ શ્વાન પાળવા મુદ્દે મહત્વની ટકોર કરી.
હાઈકોર્ટે સવાલ કર્યો કે શું તમને માણસોના જીવની ચિંતા નથી. જો શ્વાન પાળવાનો શોખ હોય તો પાંજરાપોળમાં જાઓ. હાઈકોર્ટે જણાવ્યું કે, તમે સ્ટ્રીટ ડોગને ખવડાવીને કાઢી મુકો એ જ ડોગ બીજાને કરડે છે. જો શ્વાન કરડે અને જીવ જોખમાય તો જવાબદારી કોની તેવો સવાલ પણ હાઈકોર્ટે કર્યો.
સુરત શહેરના વરાછા વિસ્તારની એક સોસાયટી બહાર એક નાનકડી બાળકી પર કુતરાનો હુમલાનો સીસીટીવી કેદ થયાં છે. સીસીટીવીમાં બાળકી પર કુતરાના હુમલાના દ્રશ્યો બાદ સુરતમાં રખડતા કૂતરા સામે આક્રમક કામગીરી કરવા માટેની માગણી થઈ રહી છે.