જેડીયુના પૂર્વ પ્રમુખ શરદ યાદવનું 75 વર્ષની વયે ગુરૂવારે નિધન થયું હતું,તેઓ થોડા સમયથી બિમાર ચાલી રહ્યા હતા,તેમનેગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરદ યાદવને સમાજવાદના સમર્થક માનવામાં આવતા હતા. આ જ કારણ હતું કે તેઓ રાજકારણમાં લોકોમાં લોકપ્રિય બન્યા હતા બિહારના રાજકારણમાં એક અલગ ઓળખ ધરાવતા શરદ યાદવના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અન્ય મોટા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.વડાપ્રધાને ટ્વિટ કરીને શરદ યાદવને શ્રદ્વાંજલિ આપી હતી.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે શરદ યાદવના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમની લાંબી જાહેર કારકિર્દીમાં, તેમણે પોતાને સંસદસભ્ય અને મંત્રી તરીકે અલગ પાડ્યા. તેઓ ડૉ. લોહિયાના આદર્શોથી ખૂબ પ્રભાવિત હતા. હું હંમેશા અમારી વાતચીતની પ્રશંસા કરીશ. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. શાંતિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવના નિધન વિશે જાણીને દુઃખ થયું. શરદ જી, સિત્તેરના દાયકાના વિદ્યાર્થી નેતા જેમણે લોકતાંત્રિક મૂલ્યો માટે લડત આપી, સંસદમાં વંચિતોનો એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અવાજ હતો. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના