શિહોર તાલુકાના રાજપરા ખોડીયાર ગામના મિલન ધનજીભાઈ રાઠોડ તથા કાટોડીયા ગામના સાગર ઉર્ફે ભોલો લાભુભાઈ રોજીયા ભાગીદારીમાં કાટોડીયા ગામમાં આવેલ વાડીના પાછળના ભાગે આવેલ નદીના પટમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઉતારવાના હોવાની બાતમીના આધારે સોનગઢ પોલીસે ગત મોડી રાત્રે કાંટોડીયા ગામમાં આવેલ નદીના પટમાં દરોડો પાડતા ચાર ઇસમો બેટરીના અજવાળે કારમાંથી દારૂનો જથ્થો ઉતરતા મળી આવતા સોનગઢ પોલીસે ઇંગ્લીશ દારૂ અને બિયરના જથ્થાનું કટીંગ કરતા સાગર ઉર્ફે ભોલો લાભુભાઈ રોજીયા રહે. કાટોડીયા તા.સિહોર, મિલન ધનજીભાઈ રાઠોડ રહે. રાજપરા ખોડીયાર તા.સિહોર, ભલાજી બાબુજી ઘાંઘોષ રહે. વડા થરા જી. બનાસકાંઠા અને અજય ઉર્ફે પિન્ટુ રાજુજી ઠાકોર રહે થરા જી.બનાસકાંઠા ને ઝડપી લીધા હતા. સોનગઢ પોલીસે વિદેશી દારૂની નાની મોટી ૩૮૪ બોટલ, બીયરના ૧૮ ટીન, ૫ મોબાઇલ, એક કાર, એક બાઈક અને રોકડ રકમ મળી કુલ રૂ. ૫,૭૫,૭૧૦ નો મુદ્દામાલ કબજે કરી ચારેય ઈસમો વિરુદ્ધ રોહિબિશનની જુદી જુદી કલમો હેઠળ પુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.