ઉત્તર પ્રદેશ સરકારને ગુજરાતના અમદાવાદ GIS રોડ શો પહેલા જ મોટી સફળતા મળી છે. ઉત્તર પ્રદેશ સરકારને 25 હજાર કરોડના રોકાણની દરખાસ્તો મળી છે. તેમાંથી ટોરેન્ટ ફાર્માએ રૂ. 24,000 કરોડના એમઓયુ અને અમૂલ ઇન્ડિયાએ રૂ.1,000 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. અમૂલ ઈન્ડિયા પશ્ચિમ યુપીમાં બાગપત ખાતે નવો પ્લાન્ટ સ્થાપશે.
અમૂલ ઈન્ડિયાનો આ નવો ડેરી પ્લાન્ટ 800 કરોડના રોકાણ સાથે બનાવવામાં આવશે. 100 કરોડના રોકાણ સાથે દૂધ સંગ્રહ એકમની ક્ષમતામાં વધારો કરવામાં આવશે. આ પ્લાન્ટમાં રોજની 10 લાખ લીટરની ક્ષમતા વધારીને 25 લાખ લીટર પ્રતિદિન દૂધ સંગ્રહ કરવામાં આવશે. અમૂલનો દાવો છે કે આનાથી બે લાખ ખેડૂતોને ફાયદો થશે અને 4500 લોકોને રોજગાર મળશે. મહત્વનું છે કે, ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ માટે રોકાણને આમંત્રિત કરવાના સંદર્ભમાં રાજ્ય સરકારની ટીમ ગુરુવારે સાંજે ગુજરાત પહોંચી હતી. મુખ્યમંત્રીના સલાહકાર અવનીશ અવસ્થી અને જ્ઞાનેન્દ્ર નાથ સિંહ ટોરેન્ટ ફાર્માના અધિકારીઓને મળ્યા હતા .