એક તરફ રાજ્ય સરકાર શિક્ષણ તરફ ભાર મૂકી રહી છે અને શૈક્ષણિક ક્ષેત્રે મુક્ત મને ગ્રાન્ટ ફાળવી રહી છે. ત્યારે વલ્લભીપુરની ગંભીરસિંહજી હાઈસ્કૂલની હાલત છેલ્લા કેટલાય સમયથી ખૂબ જ જર્જરિત થઈ જવા પામી છે. હાલમાં ક્લાસરૂમના ઓરડા તેમજ વચ્ચેના પેસેજની છતના પ્લાસ્ટરના પોપડા નીકળી રહ્યા છે મોટાભાગની છત પરથી પ્લાસ્ટર ઉખડી ગયું છે અને સ્લેબના સળિયા પણ દેખાઈ રહ્યા છે. અને બાળકોના માથે મોતનો ભય જાવા મળી રહ્યો છે હાલમાં શિયાળાની કડકડતી ઠંડીમાં પણ બાળકોને બહાર તડકામાં બેસી ભણાવાય રહ્યા છે.
હાલમાં બાળકોએ સ્કૂલબેગને બદલે હેલ્મેટ પહેરીને આવવું પડે તેવી Âસ્થતિ સર્જાય છે. સ્માર્ટ અને ડિજિટલ રુમની જાહેરાતો વચ્ચે વલભીપુરની આ હાઈસ્કૂલના બાળકો આજે જળુબતા મોત નીચે ભણવા મજબૂર બન્યા છે ત્યારે બાળકો સ્માર્ટરૂમ નહીં બસ માત્ર સાદો અને સુરક્ષિત ક્લાસરૂમ માંગી રહ્યા છે. હાલમાં આ શાળાની ઇમારત ડરામણી જગ્યા હોય તેવી ભાસી રહી છે ત્યારે તંત્ર દ્વારા કોઈ મોટો અકસ્માત બને તે પહેલા ભયના ઓથાર નીચે ભણતા બાળકોને સુરક્ષિત જગ્યાએ અભ્યાસ કરાવવા અને શાળાનું બિલ્ડીંગ નવું બનાવવા માગ ઉઠવા પામી છે. (તસવીર સૌજન્ય: ધર્મેન્દ્રસિંહ સોલંકી