સમસ્ત વણિક સમાજ ભાવનગર આયોજિત ૧૭મો ઇનામ વિતરણ સમારોહ રવિવારે કલેક્ટર ડી.કે. પારેખના અધ્યક્ષ સ્થાને યોજાઇ ગયો. સમાજના તેજસ્વી વિદ્યાર્થી ભાઇઓ-બહેનોને સન્માનવાની પરંપરા ૧૭ વર્ષથી ચાલી રહી છે.
સન્માન સમારોહમાં ભાવનગર જૈન સંઘના પ્રમુખ જયુકાકા શાહ, ડેપ્યુટી મેયર કુમારભાઇ શાહ, ભાવનગર મહાપાલિકાના સહાય કમિશનર ફાલ્ગુનભાઇ શાહ, માઇક્રોસાઇન પ્રોડક્સના નિશિથભાઇ મહેતા, ભાવનગર ઘોઘારી કપોળ જ્ઞાતિના પ્રમુખ દેવેનભાઇ શેઠ, શિવશક્તિ હોલના ગં.સ્વ.કનકલતાબેન મનહરલાલ શાહ, મધુસિલિકા પ્રા.લિ.ના દર્શકભાઇ શાહ, અગ્રણી બિલ્ડર કમલેશભાઇ શાહ, જૈન સોશિયલ ગ્રુપ સૌરાષ્ટ્ર રિજીયન ચેરમેન કાર્તિક શાહ, યશ્વી ડેવલોપર્સના મિહીરભાઇ શાહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પુર્ણેન્દુભાઇ પારેખ, મંત્રી સંજયભાઇ ઠાર, ધર્મેન્દ્ર મહેતા, ઉપપ્રમુખ વિનોદભાઇ સરવૈયા અને ખજાનચી રાજેશભાઇ સંઘવી સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.