સુરતના ઉધના વિસ્તારમાં એક કારના શોરૂમમાં ભીષણ આગ લાગી હતી. ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.શહેરમાં કારના એક શોરૂમમાં વિકરાળ આગ લાગી હતી. સુરતના ઉધના વિસ્તારના કારના શોરૂમમાં ભીષણ આગ લાગી છે. ઉધના વિસ્તારમાં આવેલા હ્યુન્ડાઇ કંપનીના શો રૂમમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી, હાલ ફાયરબ્રિગેડ આગ પર કાબૂ મેળવી રહ્યા છે.
ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. શોરૂમમાં રહેલા નવા વાહનોમાં આગ લાગી છે. જેના પગલે આજુબાજુના વિસ્તારોને ફાયર દ્વારા ખાલી કરાવવામાં આવ્યો હતો. સુરત ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. આગમાં શોરૂમમાં રહેલી અનેક કાર બળીને ખાખ થઇ ગઇ હોવાનું બહાર આવ્યું છે. આગમાં કરોડોનો નુકશાન થવાની આશંકા છે.