સમગ્ર રાજ્યમાં ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ભાવનગર શહેરમાં સરકારી કચેરીથી લઈને રાજયકીય પક્ષ દ્વારા પ્રજાસતાક દિવસ ઉજવણી કરવામાં આવી હતી, ૭૪માં પ્રજાસતાક પર્વની શહેરમાં ખાતે ઉજવણી કરવામાં આવી જેમાં શહેરમાં મહાનગરપાલિકા, જિલ્લા કોર્ટ, રાજકીય પક્ષો, સંસ્થાઓ, રેલવે તંત્ર, શાળા-કોલેજાે તેમજ સરકારી કચેરી ખાતે દેશ ભક્તિના રંગમાં રંગાઈને ઉજવણી કરવામાં આવી હતી.
મહાનગરપાલિકા મેયરના હસ્તે ધ્વજવંદન, હાઇકોર્ટ રોડ પર આવેલ ન્યાયમંદિર ખાતે ડિસ્ટ્રિક્ટ જજના હસ્તે ધ્વજવંદન, જિલ્લા પંચાયત ખાતે પ્રમુખના હસ્તે ધ્વજવંદન, ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખના હસ્તે ધ્વજવંદન, રેલવે તંત્ર દ્વારા તેના પટાંગણમાં, નંદકુવરબા કોલેજ ખાતે, શિશુવિહાર સંસ્થા ખાતે, ઁદ્ગઇ સોસાયટી સંચાલિત નટરાજ કોલેજ ખાતે, જુદી-જુદી શાળા-કોલેજ અને યુનિવર્સિટી તથા સામાજીક સંસ્થાઓ વિવિધ સ્થળો પર ધ્વજવંદન કરી રાષ્ટ્ર ગાન ગાઈને ૭૪માં પ્રજાસતાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.