મોઢેશ્વરી ઉર્ફે માતંગી દેવસ્થાન ટ્રસ્ટ – સરદારનગર, ભાવનગર દ્વારા રાજ રાજેશ્વરી, જગત જનની માતંગીમાઁનો ૨૨મો પાટોત્સવ મહાસુદ તેરસ તા.૩-૨ને શુક્રવારે ધામધુમથી ઉજવાશે.
તા.૩ને શુક્રવારના રોજ સવારે ૫ઃ૩૦ કલાકે માતાજીને કેસર સ્નાન, ૬ કલાકે માઁની મંગળા આરતી, ૭ કલાકે ગાયના દૂધથી સુવૅણ શિખર સ્નાન, અખંડ યજ્ઞ પ્રારંભ, સૂયોદયથી સૂયૉસ્ત સુધી, ૮ કલાકે ધ્વજાજી પુજન તથા આરોહણ, ૯ કલાકે રાજૌપચાર મહા પુજા, સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા ગોવિન્દાનાં પત્ની સુનિતાબેન આહુજાનાં વરદ હસ્તે માર્ગ નામાકરણ, ૧૧ઃ૩૦ કલાકે વિવિધ વાનગીઓનો અન્નકુટ તથા ૧૨-૩૦ કલાકે અન્નકુટ આરતી દર્શન. બપોરે ૩ઃ૩૦ કલાકે ૯મી મહાવિધા માતંગીમાઁની નગર યાત્રા (પાલખીયાત્રા),જેનું પ્રસ્થાન આમંત્રીત મહેમાન સુનીતાબેન ગોવિંદા આહુજા કરાવશે.
યાત્રામાં ઘોડા, માતાજીનો રથ, બગી, માઁની પાલખી, નવદુર્ગા વેશભૂષા તથા બહોળી ભાવિક ભક્તોની સંખ્યા શોભામાં અભિવૃદ્ધિ વધારશે. ભાવિક ભક્તો દ્વારા પાલખીયાત્રાના રૂટમા ચા-કોફી, સરબત તથા પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.. સાંજે ૭ કલાકે પાલખીયાત્રા મંદિરે પરત થશે .ત્યારબાદ ૧૦૮ દિપોની દિપમાળા તથા મહાનિલાંજન આરતી સાથોસાથ ભવ્ય આતશબાજી થશે. મહા આરતી બાદસર્વે માતંગી ભક્તો માટે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.