અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં મિતિયાળા ગામ સહિત અનેક ગામોમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ આંચકાની તીવ્રતા 3.2 હતી. ઉલ્લેખનીય છે કે રાત્રિના ૯.૧૦ મીનીટે ભૂકંપનો આંચકો આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના કેટલાક ગામમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાંમિતિયાળા, સાવરકુંડલા, બાઢડા, સૂરજવડીમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. રાત્રિના 9.10 મિનિટે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મિતિયાળા બાદ અન્ય વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.
આ પહેલા પણ ભૂકંપની આંચકા અમરેલી જિલ્લામાં આવ્યા હતા. જેમાં વાત કરીએ તો સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં 4 ફેબ્રુઆરીએ ત્રણ આંચકા આવ્યા હતા. જેમાં પ્રથમ સવારે 7.51 કલાકે, બીજો આંચકો સવારે 7.53 કલાકે અને ત્રીજો આંચકો સવારે 7.55 કલાકે અનુભવાયો હતો. કેન્દ્ર બિંદુની વાત કરીએ તો અમરેલીથી 43 કિલોમીટર દૂર નોંધાયું હતું.