વૈજ્ઞાનિકોએ ટેકનોલોજીની મદદથી અરબમાં 2 હજાર વર્ષ પહેલા રહેત અને મહિલાના ચહેરાનું પુન: નિર્માણ કર્યું છે. થ્રી ડી નો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ આ સિદ્ધ કર્યું છે. આ મહિલાનું નામ હિનાત છે જે અરબની પ્રાચીન સભ્યતા નાબાતિયનની હતી.
વૈજ્ઞાનિકોને તેના અવશેષ 69 અન્ય લોકોની સાથે યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળ હેગરાના મકબરામાંથી મળ્યા હતા. સાઉદી સંગઠન અલઉલાના રોયલ કમિશનના વિશેષજ્ઞ લીલા ચેપમેને કહ્યું હતું કે હિનાતને લોકોને નબાતિયો માટે એક અધિક માનવીય પક્ષ જોવામાં સક્ષમ બનાવવાની જરૂર છે, જે અરબના ખાનાબદોશ બેડોઈન લોકો હતા.
સંશોધકોના અનુસાર હિનાતની આંખો કાચની બની છે. માનવામાં આવે છે કે તે પહેલી નાબાતિયન મહિલા હતી, જેણે ચહેરો ફરીથી બનાવ્યો હતો. તેને સીલીકોનમાંથી બનેલી એક ગૃહિણીના રૂપમાં દર્શાવવામાં આવી છે, જેના કાનમાં છેદ અને માથા પર કૃત્રિમ વાળ વ્યક્તિગત રીતે પરોવવામાં આવ્યા છે. આ પુન નિર્માણના કામમાં પુરાતત્વવિદો ફોરેન્સીક વૈજ્ઞાનિકો, માનવ વિજ્ઞાનીઓ અને મોડેલ નિર્માતા જેવા વિશેષજ્ઞોએ કામ કર્યું છે. આ દરમિયાન કપડા, વાળ અને આભૂષણ કેવા હોવા જોઈએ તેના બારામાં જાણકારી મેળવાઈ હતી.
2008માં મળ્યું હતું હાડપિંજર
સંશોધકના મુજબ હિનાતની વય 45 વર્ષથી વધુ હતી અને તે જૂના ઓસ્ટિયો આર્થરાઈટીસથી પીડિત હતી. તેને કરોડરજજુને લગતી બીમારી હોઈ શકે છે. આ સિવાય તેના દાંત ખરાબ સ્થિતિમાં હતા. તપાસ બાદ ખબર પડી કે તે 40થી વધુ વર્ષની મહિલા હતી. ત્યારબાદ તેના ચહેરાના પુન: નિર્માણ માટે અભ્યાસ કરાયો. 2008માં તેના હાડપિંજર મળ્યું હતું.