મુંબઈના ગિરગામમાં આવેલી LIC બિલ્ડિંગના બીજા માળે ગુરુવારે (9 ફેબ્રુઆરી) અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતા જ લોકોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. આ પછી, ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને આગને ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

શોર્ટ સર્કિટનાકારણે આગ લાગી હતી. જો કે ફાયર વિભાગે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી. એક અધિકારીએ જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ ઈજા,જાનહાનિ નોંધાઈ નથી. તેમણે કહ્યું કે, માહિતી મળતાં જ ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગને કાબૂમાં લેવાનું કામ શરૂ કર્યું. અધિકારીએ જણાવ્યું કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે, એક વર્ષમાં LIC બિલ્ડિંગમાં આગ લાગવાની આ બીજી ઘટના છે. અગાઉ 7 મે, 2022ના રોજ વિલેપાર્લેના SV રોડ ખાતેની LIC ઓફિસમાં આગ લાગી હતી.






