અંતરિક્ષમાં ફરી ISROએ લાંબી છલાંગ લગાવી છે. , ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શુક્રવારે સવારે 9.18 વાગ્યે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV-D2) લોન્ચ કર્યું છે. નાના ઉપગ્રહોને અવકાશમાં છોડવા માટે રચાયેલ આ સૌથી નાનું રોકેટ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, આ SSLVની બીજી આવૃત્તિ છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવેલ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ લગભગ 15 મિનિટની ઉડાન દરમિયાન આ રોકેટ ત્રણ ઉપગ્રહોને અવકાશમાં છોડશે. જેમાં ISROના EOS-07, યુએસ સ્થિત ફર્મ એન્ટારિસના જાનુસ-1 અને ચેન્નાઈ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપનો AzaadiSAT-2 સેટેલાઇટનો સમાવેશ થાય છે. ઈસરોના જણાવ્યા અનુસાર આના દ્વારા પૃથ્વીની નીચેની કક્ષામાં 500 કિલોગ્રામનો ઉપગ્રહ છોડવામાં આવી શકે છે.
મહત્વનું છે કે, અમેરિકાનો 10.2 કિલોનો જાનુસ-1 સેટેલાઇટ પણ તેમાં જશે. આ સિવાય ભારતીય સ્પેસ કંપની સ્પેસકિડ્સની આઝાદીસેટ-2 જઈ રહી છે. જે લગભગ 8.7 કિગ્રા છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતી 750 છોકરીઓ દ્વારા AzaadiSAT-2 ની રચના કરવામાં આવી છે. આમાં SpaceKidzના વૈજ્ઞાનિકોએ તેમની મદદ કરી છે.