નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના ફેશન ડીઝાઈનીંગ વિભાગ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ માટે આર્ટીસ્ટ્રી સ્પાર્ક પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં બ્લોક પ્રિન્ટીંગ અને અજરખ પ્રિન્ટીંગનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. ડ્રેસ, સાડી, દુપટ્ટા, સ્ટોલ માં બ્લોક પ્રિન્ટીંગ કેવી રીતે કરી શકાય તે અંગેનો બે દિવસીય વર્કશોપ યોજવામાં આવ્યો.
ભારતીય સંસ્કૃતિમાં બાંધણી, અજરખ, દેશી ભરતકામ, જરદોશી વર્ક વિગેરે વણાયેલું છે. સમયાંતરે આ આપણી કલાકૃતિ વિસરાતી જાય છે. આ વર્કશોપમાં કચ્છના ખ્યાતનામ કલાકાર કે જેઓ પરંપરાગત રીતે પેઢી દર પેઢી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવા ખત્રી ઈર્શાદ ઈબ્રાહીમ અને ખત્રી રફીકભાઈ દ્વારા વિધાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.