ભારત સરકાર દ્વારા આફ્રિકાનાં ૧૦ દિવસનાં સાંસ્કૃતિક પ્રવાસ દ્વારા ભારતીય ગુજરાતી લોકકલા અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરી કલાપથ સંસ્થાની લોકકલાની બેનમૂન પ્રસ્તુતિથી આફ્રિકાનાં દર્શકો આફ્રીન થયા હતા.આફ્રિકાના વિવિધ સ્થળો જેવા કે કિંશાસા, બ્રેઝેવિલે, લિબ્રેવિલે અને ખરટુંમનાં વિવિધ સેન્ટર્સમાં રાસ-ગરબા અને લોકનૃત્યોની ભારે જમાવટ કરી કલાપથ સંસ્થાએ લોકચાહના પ્રાપ્ત કરી હતી. કાર્યક્રમ બાદ સ્થાનિક દર્શકોને સામુહિક રાસ-ગરબા રમાડી નવરાત્રીનો માહોલ બનાવી આનંદ કરાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને ખુબજ બિરદાવી કલાની કદર કરતા ભારતીય દૂતાવાસ દ્વારા દરેક કલાકારને ચંદ્રક આપી સન્માનિત કર્યા હતા.