સિહોર તાલુકાના ટાણા ગામમાં રહેતા પટેલ પરિવારના બે વર્ષના બાળકને અજાણ્યા બે માણસોએ ઘરે આવી કોઈ કેફી પદાર્થ પીવરાવી દેતા બાળકને ગંભીર હાલતે સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શિહોર તાલુકાના ટાણા ગામમાં રહેતા જગદીશભાઈ જીવરાજભાઈ ઝડફિયા જાતે. પટેલનો બે વર્ષનો પુત્ર દક્ષ ગત તા.૧૦/૨ ના રોજ ઘરના આંગણામાં રમતો હતો ત્યારે અજાણ્યા બે ઈસમો જગદીશભાઈના ઘરે આવ્યા હતા અને દક્ષને કોઈ કેફી પદાર્થ પીવડાવી દેતા બાળકને ગંભીર હાલતે સારવાર અર્થે પ્રથમ ટાણા પી.એચ.સી અને ત્યારબાદ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે બાળકના પિતા જગદીશભાઈએ સિહોર પોલીસને જાણ કરતા સિહોર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.