પેપરલીકના કારણે મોકૂફ થયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષા થોડો સમયમાં જ લેવાઈ તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે, પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.