હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે(HAL) સુપરસોનિક વિમાન HLFT-42 ફુલ સ્કેલના મોડલના ટેલ પર એક વખત ફરી ભગવાન હનુમાનનું સ્ટીકર લગાવી દીધું છે. જેને 2 દિવસ પહેલા જ હટાવી દેવામાં આવ્યું હતું. બેંગલુરુમાં એર શોમાં HLFT-42 લોન્ચ કરવામાં આવ્યું, જેમાં આ સ્ટીકર લાગેલું જોવા મળ્યું. જેના કારણે એર શો દરમિયાન લોકોની વચ્ચે આ સ્ટીકર ચર્ચાનો વિષય બન્યું. સ્ટિકરમાં ભગવાન હનુમાનને યુદ્ધ મોડમાં ગદાની સાથે જોઈ શકાય છે, જેની નીચે લખવામાં આવ્યું છે તોફાન આવી રહ્યું છે.
જ્યારે એજન્સીએ સુપરસોનિક વિમાનમાં ફરી ભગવાન હનુમાનનો ફોટો લગાવવા અંગે સવાલ કર્યો તો અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે જેવો આદેશ મળ્યો, એવું જ કરવામાં આવ્યું છે. 2 દિવસ પહેલા કોઈ પણ કારણ બતાવ્યા વગર જ HALએ આ સ્ટીકરને હટાવી દીધું હતું.