Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહાશિવરાત્રીના મહાપર્વને લઈને સોમનાથમાં ભક્તોની ભીડ

જય સોમનાથના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું: 42 કલાક માટે ખુલ્લુ રહેશે મંદિર, રાત્રે થશે મહાપૂજા

aaspassdaily by aaspassdaily
2023-02-18 11:17:50
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આજે મહાશિવરાત્રીના મહાપર્વને લઈને વહેલી સવારથી જ સોમનાથમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. દેવાધિદેવ મહાદેવના સોમનાથ મંદિરના સાનિધ્યમાં આજે અલૌકિક વાતાવરણ છે. મહત્વનું છે કે, આજે સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લું રહેશે. આ સાથે રાત્રે ચાર પ્રહરની મહાપૂજા અને મહાઆરતીનું પણ આયોજન છે.
મહાશિવરાત્રીના પર્વને લઈ આજે જય સોમનાથના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરના ધ્વજારોહણ કરાયું છે. આજે સવારથી પાર્થેશ્વર પૂજા,બિલ્વપૂજા સહિતની પૂજામાં લાખો ભાવિકો જોડાયા છે. મહાશિવરાત્રી પર સોમનાથ દાદાના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. જેને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા અગાઉ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આજે એટલે કે મહાશિવરાત્રી પર સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લું રહેશે.
આજે વહેલી સવારે 4.00 કલાકે મંદિરના કપાટ ખુલી ગયા હતા. આ કપાટ હવે સતત 42 કલાક ખુલ્લા રહેશે તથા 4 પ્રહરની આરતી અને મહાપૂજા નીયત સમયે થશે. મહાશિવરાત્રીએ શિવભક્તો મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લઈ શકશે. મહાશિવરાત્રીને લઈને સોમનાથ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટે 17થી 19 ફેબ્રુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
સોમનાથ મંદિરમાં પાલખી યાત્રા, જ્યોતપૂજન, ચાર પ્રહરનું વિશેષ પૂજન, આરતી સહિત ધાર્મિક, આદ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ મહાશિવરાત્રીને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રિકોને કોઈપણ પ્રકારે અવગડ ન પડે તેની કાળજી લેવાઈ રહી છે. 2 હજાર જેટલા વાહનો પાર્ક થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ તૈયાર છે.

 

Tags: Bhavik bhidgujaratshivratrisomnath mahadev temple
Previous Post

મિસિસિપીમાં ગોળીબારમાં 6 લોકોનાં મોત

Next Post

સાબરમતી દેશમાં બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સાબરમતી દેશમાં બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી

સાબરમતી દેશમાં બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી

નિક્કી યાદવ હત્યાકાંડમાં આરોપી સાહિલનો પરિવાર પણ હત્યામાં સામેલ!

નિક્કી યાદવ હત્યાકાંડમાં આરોપી સાહિલનો પરિવાર પણ હત્યામાં સામેલ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.