Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

આજે પણ અનેક ટ્રેનો પ્રભાવિત : તંત્રએ તાબડતોબ દોડી જઇ રેલ વ્યવહાર પૂર્વવત કરવા કરેલી કાર્યવાહી સામે સવાલ

ધોળા જંક્શન પાસે માલગાડી પટરી પરથી ઉતરી પડવાની ઘટનામાં બીજા દિવસે પણ રેલ વ્યવહાર ખોરવાયેલો : મહુવા-બોટાદ અને જેતલસરની ટ્રેનો રદ્દ : મુંબઇથી બાંદ્રા-ભાવનગર ટ્રેન પણ બે કલાક મોડી પડી

aaspassdaily by aaspassdaily
2023-02-20 14:22:33
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર રેલ ડિવીઝનમાં ધોળા જંક્શન યાર્ડ ખાતે રવિવારે સાંજે માલગાડી પાટા પરથી ઉતરી જવાની બનેલી ઘટનાના પગલે આજે બીજા દિવસે પણ રેલ વ્યવહાર પ્રભાવિત રહ્યો છે. મુંબઇથી ભાવનગર આવવા નીકળેલી બાંદ્રા એક્સપ્રેસ આજે બે કલાક મોડી પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે આ ઘટના બાદ ભાવનગરથી ચાલનારી બાંદ્રા તેમજ અન્ય લોકલ ટ્રેનો પણ સરેરાશ ત્રણ કલાક મોડી ઉપડી શકી હતી તો આજે ભાવનગરથી મહુવા-બોટાદ અને જેતલસરની ટ્રેન સેવા સંપૂર્ણ રદ્દ કરવામાં આવી હતી.


ધોળા જંક્શન પાસે માલગાડીના ડબ્બાઓ ખડી પડતા રવિવારે ૭ ટ્રેન પ્રભાવિત થઇ હતી. આ કારણે ભાવનગરથી સાંજે ૬.૩૦ કલાકે ચાલતી બાંદ્રા એક્સપ્રેસને ૩ કલાકના વિલંબ સાથે રાત્રે ૮.૪૫ કલાકે ચલાવાઇ હતી. આ કારણે યાત્રીકો પરેશાન થઇ ઉઠ્યા હતાં તો મહુવાથી ભાવનગર આવવા નીકળેલી ટ્રેનને લીલીયા મોટા ખાતે શોર્ટ ટર્મિનેટ કરી દેવાઇ હતી જેના કારણે યાત્રીઓ પોતાના નિયત સ્થળે પહોંચી શક્યા ન હતા અને રસ્તામાં જ રઝળી પડ્યા હતાં. આ બનાવના કલાકો બાદ પણ રેલ તંત્ર દ્વારા ઘટના અંગે કોઇ ચોક્કસ કારણ રજૂ કરાયું નથી તેમજ ઉચ્ચ અધિકારીઓએ રાબેતા મુજબ મીડિયાથી પોતાનું અંતર જાળવી રાખ્યું હતું. માત્ર વોટ્‌સએપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી તંત્ર યાદીઓ જાહેર કરતું રહ્યું હતું પરંતુ ટેલિફોનીક સંપર્કમાં મીડિયાથી મોં છુપાવતા રહ્યા હતાં.
ગઇકાલની ઘટના બાદ તંત્રના દાવા મુજબ તાબડતોબ સ્થળ પર દોડી જઇ રેલ વ્યવહાર પૂર્વવત કરવા કાર્યવાહી હાથ ધરાઇ હતી પરંતુ હકિકત એ છે કે આજે બીજા દિવસે પણ ભાવનગરથી મહુવા-બોટાદ અને જેતલસરનો રેલ વ્યવહાર પૂર્વવત થઇ શક્યો નથી. આ ત્રણેય રૂટની આવા-ગમનની ટ્રેનો સંપૂર્ણ રદ્દ કરાઇ હતી. એકમાત્ર સુરેન્દ્રનગર માટે ટ્રેન ચાલી હતી. જ્યારે મુંબઇથી આવી રહેલી બાંદ્રા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન પણ બે કલાક મોડી આવી હતી.

Tags: bhavnagarcancelleddhola junctionrail late
Previous Post

રેલ્વે સ્ટેશન પાસેની ચાર દુકાનો હટાવવામાં ૨૦ વર્ષે નૈતિક્તા જાગી !

Next Post

મુંબઈમાં લાઈવ શો દરમિયાન સોનૂ નિગમ પર હુમલો

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
મુંબઈમાં લાઈવ શો દરમિયાન સોનૂ નિગમ પર હુમલો

મુંબઈમાં લાઈવ શો દરમિયાન સોનૂ નિગમ પર હુમલો

ગુજરાત સરકારે એક જ દિવસમાં કર્યા 9,852 કરોડના MOU

ગુજરાત સરકારે એક જ દિવસમાં કર્યા 9,852 કરોડના MOU

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.