શિક્ષકોની બદલી અને ભરતીના નિવેડા માટે બનાવવામાં આવેલી કમિટીની 1લી માર્ચે ગાંધીનગર ખાતે બેઠક યોજવા જઈ રહી છે. જેમાં શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર અંગે મોટો નિર્ણય લેવાઈ શકે છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોની અટકી પડેલી બદલી અને નવી ભરતીને લઈ નિવેડો લાવવા માટે મથામણ શરૂ કરવામાં આવી છે. આગામી 1લી માર્ચે ગાંધીનગર ખાતે સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમિટીની બેઠક યોજવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકમાં શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર થઈ શકે છે.