ભાવનગરના ખડસલીયા ગામમાં રહેતા સગીરને પેટમાં દુખાવો અને ઉલટી થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું. આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના ખડસલીયા ગામમાં રહેતો સગીર હર્ષદ મેઘજીભાઈ ડાભી ( ઉં.વ.૧૭) ને ગઈકાલે પેટમાં દુખાવો અને ઉલટી થવા લાગતા સારવાર માટે પ્રથમ ભાવનગરના શિવાજી સર્કલ પાસેની પરિવાર હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવમાં પરિવારજનો દ્વારા ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ કરવામાં આવતા હોસ્પિટલ પોલીસે સંબંધીત પોલીસ મથકને જાણ કરી હતી.