પવન ખેરાની ધરપકડ બાદ કોંગ્રેસીઓ હવે આકરા પાણી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના પિતા પર વિવાદિત ટીપ્પણી કરવા બદલ આસામ પોલીસે પવન ખેરાની દિલ્હી એરપોર્ટ પરથી અટકાયત કરી હતી. આ મામલે કોંગ્રેસ નેતાઓની તીખી પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે કોંગ્રેસે હવે વડાપ્રધાને કરેલી આ પ્રકારની ટીપ્પણીઓ પર સવાલ ઉઠાવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અલગ અલગ નિવેદનોનો એક વિડીયો બનાવીને કોંગ્રેસે તેમની ધરપકડ વિશે પૂછ્યું છે. કોંગ્રેસના ઓફીશીયલ ટવીટર પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે.