નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે ફિએસ્ટા ૨૦૨૩ ના બેનર હેઠળ ગઇકાલથી ફિએસ્ટા-૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૬૦(સાઈઠ) ઇવેન્ટ માં ૨૨૦૦ થી વધુ વિધાર્થીનીઓ એ આ યુવા ઉત્સવમાં ભાગ લઇ અને કલાના ઓજસ પાથરી રહ્યા છે. આ ચાર દિવસીય યુવા ઉત્સવ માં દરરોજ અલગ અલગ ઇવેન્ટ યોજવામાં આવી રહી છે. તેમાં પ્રથમ દિવસે વેસ્ટર્ન ડાન્સની ઇવેન્ટ યોજવામાં આવી હતી. જેનું આકર્ષણ જાેવા મળ્યું હતું.

આ સ્પર્ધામાં વિવિધ ટીમોએ થીમ બેઝ ડાન્સ, હોલીવુડ ડાન્સ અને રીમેકસ ડાન્સ દ્વારા પોતાની કૃતિની કોરિયોગ્રાફી સમગ્ર સ્પર્ધામાં શ્રેષ્ઠ રહે તે માટે વિવિધ ટીમોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું.






