ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના હસ્તે શનિવારે કાળીયાબીડ, સિદસર, અધેવાડા વોર્ડ નં.૧૦માં જુદી જુદી ૬ જગ્યાએ વિકાસ કાર્યોનું જીતુભાઇ વાઘાણી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર કિર્તીબેન દાણીધારીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા તથા આ વોર્ડના નગરસેવકો, સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.