ભાવનગર શહેરની મધ્યે ઘોઘાગેટ ચોકમાં આવેલ બિઝનેસ સેન્ટર તેની કાયદેસરતાને લઈને વિવાદીત રહ્યું છે આ સાથે અન્ય કેટલીક બાબતોએ હંમેશા આ કોમ્પ્લેક્ષ સતત ચર્ચામાં અને વિવાદમાં રહ્યું છે. હાલ શહેરભરમાં સ્વચ્છતા અભિયાનને લઈને મ્યુનિ. તંત્ર સક્રિય કામગીરી કરી રહ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાવનગરને અવ્વલ બનાવવા મ્યુ.કમિશ્નર કમરકસી રહ્યા છે ત્યારે શહેરના દરેક કોમ્પ્લેક્ષના પાર્કીંગ સ્વચ્છ અને સુઘડ બને તે દરેક કોમ્પ્લેક્ષના વહિવટકર્તા-એસોસીએશનની નૈતિક જવાબદારી છે. જેમાં બિઝનેસ સેન્ટર પણ આવી જાય છે.
બિઝનેસ સેન્ટરમાં પાર્કિંગમાં કચરો અને ગંદકી જાવા મળી રહ્યા છે સાથે ભંગાર ચીજવસ્તુઓ અને મશીનરીનો ગેરકાયદે ખડકલો થયો જેના કારણે મુલાકાતીઓ પોતાના વાહનો બહાર મુકવા મજબુર બને છે અને પરિણામે ટ્રાફિક સમસ્યા ઉદભવે છે. આ કોમ્પ્લેક્ષ શહેરની મધ્યમાં અને હાર્દસમા ઘોઘાગેટ ચોકમાં આવેલું હોવાથી ટ્રાફિક સમસ્યામાં તેની અસર ખાસ રહે છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવા માંગ ઉઠી છે.