ગુજરાતમાં આ મહિને યોજાવા જઈ રહેલી બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા પકડાશે તો તેને કડક સજા કરવામાં આવશે. ચોરી કરનારો વિદ્યાર્થી 2 વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં. ચોરી કરનાર અને કરાવનારા બન્ને વિદ્યાર્થીઓએ 2 વર્ષ સુધી ઘરે બેસવું પડશે. આ સાથે જ બોર્ડ દ્વારા બીજો પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં હથિયાર સાથે પકડાશે તો તે વિદ્યાર્થી આજીવન પરીક્ષા આપી શકશે નહીં. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બોર્ડ દ્વારા નિયમો જાહેર કરાયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષા 14મી માર્ચથી 28મી માર્ચ સુધી ચાલશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 29મી માર્ચ સુધી ચાલશે તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 25મી માર્ચ સુધી ચાલશે. કુલ 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.