3જી માર્ચથી સીએનજી ગેસ પંપના ડીલરોએ અચૌકકસ મુદત સુધી ગેસનું વેચાણ બંધ રાખવાનું એલાન જાહેર કર્યા બાદ આજે ગેસ કંપનીઓ સાથે ફેડરેસન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર એસો.ની મીટીંગ મળતા ગેસ કંપનીઓએ ડીલરોને માર્જીનમાં સુધારો આપવાની ખાત્રી આપતા ગેસ વેચાણ બંધની હડતાલ મુલત્વી રાખવામાં આવ્યું હોવાનું ડીલર એસો.ની યાદીમાં જણાવ્યું છે.
આ અંગે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર એસો.ના જણાવ્યા પ્રમાણે ઓઇલ કંપનીઓ સાથેની બેઠકમાં એવી બાંહેધરી આપવામાં આવી છે કે, તેમનું ડીલર માર્જીન 20મી માર્ચ સુધીમાં આપી દેવામાં આવશે. એકંદરે ચાર વર્ષ જુની માંગણીનો ઉકેલ આવી જતા આ હડતાલનું એલાન પરત ખેંચવામાં આવ્યું છે. ગેસ કંપનીઓ છેલ્લા 55 મહીનાથી ડીલરોના માર્જીનમાં વધારો નહીં આપતા ડીલર એસો.એ ગેસ વેચાણ બંધ કરવાનું એલાન આપતા જ ગેસ કંપનીઓએ આજે ડીલર એસો. સાથે તાત્કાલીક બેઠક યોજી ડીલરોની માર્જીનની માંગ સંતોષવા ખાત્રી આપતા ડીલર એસો.એ હડતાલ પરત ખેંચી લીધી છે. જેને કારણે સીએનજી ગેસ પંપો રાબેતા મુજબ શરૂ રહેશે તેમ ફેડરેશનના જનરલ સેક્રેટરી ધીમંત ઘેલાણી અને સીએનજી કો.ઓર્ડી. ગોપાલભાઇ ચુડાસમાની યાદીમાં જણાવાયું છે.
રવિવાર સુધીમાં તાપમાન 39 ડીગ્રીએ પહોંચી જશે
તાપમાન 40 ડીગ્રીને આંબે તો ‘હીટવેવ’ની સ્થિતિ : 4થી8 માર્ચ દરમ્યાન કયાંક-કયાંક છાંટાછુટી થવાની શકયતા
સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં આકરી ગરમીનો દૌર ચાલી જ રહ્યો છે ત્યારે આગામી રવિવાર સુધી હજુ તાપમાન ઉંચકાતુ રહેશે અને અમુક સેન્ટરોમાં પારો 39થી40 ડીગ્રી સુધી પહોંચી જવાની આગાહી વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. તા.4થી8 માર્ચ દરમ્યાન અમુક સેન્ટરોમાં છુટાછવાયા ઝાપટા કે છાંટાછુટી પડવાની પણ સંભાવના છે.
તેઓએજણાવ્યું હતું કે હાલમાં સમગ્ર રાજયમાં મહતમ તાપમાન નોર્મલ કરતા ત્રણ થી ચાર ડીગ્રી ઉંચુ ચાલી રહ્યું છે. હાલ નોર્મલ તાપમાન 33 ડીગ્રી ગણાય છે જે હવેના સપ્તાહમાં 34 ડીગ્રી થશે. તા.2થી9 માર્ચની આગાહી કરતા અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે તા.3થી5 માર્ચ અને 9મી માર્ચે તાપમાનમાં અત્યાર કરતા પણ 2 થી 3 ડીગ્રીનો વધારો થશે. અમુક સેન્ટરોમાં તાપમાન 39થી40 ડીગ્રીને આંબશે. તાપમાન 40 ડીગ્રીએ પહોંચશે તો તે જ સ્થિતિમાં હીટવેવની હાલત ગણાશે. આગાહીના સમયગાળા દરમ્યાન તા.5 સુધી ઉતરીય પવન ફુંકાશે. જયારે તા.6 પછી ઉતર-ઉતરપૂર્વના પવન રહેશે અને આ દરમ્યાન પવનની ગતિ પણ વધીને 10થી20 કી.મી.ની થવાની શકયતા છે. વાતાવરણમાં કયારેક છુટાછવાયા વાદળાઓ બંધાશે અને તા.4થી8 દરમ્યાન અમુક ભાગોના એકલ દોકલ સેન્ટરોમાં છાંટાછુટી પડવાની શકયતા છે.
નોર્થઇસ્ટ હવે દિલ્હીથી અને દિલથી પણ દૂર નથી : પીએમ મોદી
પૂર્વોતરની જીતને લઈને વડાપ્રધાને કર્યું સંબોધન
ભાજપની પૂર્વોત્તર રાજ્યની ભવ્ય જીતની કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે. આ વચ્ચે જીતના અભિનંદન આપવા માટે દિલ્હી ભાજપના મુખ્ય કાર્યાલયે વડા પ્રધાન મોદી પહોંચ્યા હતા.કાર્યકરોને સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, જનતાઆ ભાજપને ભરપૂર આશીર્વાદ આપ્યા છે. આ આ પરિણામ કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ છે. કાર્યકર્તાઓને પણ અભિનંદન આપ્યા હતા. આજે નોર્થ ઇસ્ટ નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. હું પૂર્વોતરની જનતાને નમન કરું છું. અમે જનતાના દિલ જીતવા માટે આવ્યા છીએ અમારા માટે એજ મોટી વાત છે. ભારતની વાત કરતા મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે,ભારતના લોકોને લોક તંત્ર પર વિશ્વાસ છે. ભાજપની જીતથી કેટલાક લોકોને પેટમાં દુખે છે. એ જીતને પચાવી નથી શકતા,