ગુજરાતમાં ED દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. મહત્વનું છે કે BSE લિસ્ટેડ કંપની સાગર ડાયમંડ લિમિટેડને લગતી 14 જગ્યાઓ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં કરોડો રૂપિયાનો મુદ્દામાલજપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાતમાં BSE લિસ્ટેડ કંપની સાગર ડાયમંડ લિમિટેડને લગતી 14 જગ્યાઓ પર ઈડીનું સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કરોડો રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરેલા મુદ્દામાલની વાત કરીએ તો 25 લાખની રોકડ, 10 કરોડના હીરા સહિતનો કરોડો રૂપિયાનો મુદ્દામાલ હાલ તો ઈડી દ્વારા જપ્ત કરાયો છે. ઉલ્લેખનીય છે કે ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. હાથ ધરવામાં આવેલા સર્ચની વાત કરીએ તો રાજ્યના અમદાવાદ, સુરત અને મુંબઈના કેટલાક ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.






