ઉત્તરાખંડના જોશીમઠ જેવી જ એક ચોંકાવનારી ખબર સામે આવી છે. ISROએ ભૂસ્ખલન એટલસ જાહેર કર્યું છે. આ ડેટાબેસ હિમાલય અને પશ્ચિમી ઘાટમાં ભારતના 17 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભૂસ્ખલન-સંવેદનશીલ ક્ષેત્રોને શામિલ કરે છે. ઈસરો દ્વારા ભૂસ્ખલન પર કરવામાં આવેલા જોખમ અભ્યાસ અનુસાર ઉત્તરાખંડના 2 જિલ્લા દેશના 147 સંવેદનશીલ જિલ્લામાં ટોપ પર છે.
આ સર્વે અમુસાર રૂદ્રપ્રયાગ અને ટિહરી ગઢવાલ ફક્ત ઉત્તરાખંડમાં જ નહીં પરંતુ આખા ભારતમાં ભૂસ્ખલન જોખમ વાળા ટોપ જિલ્લા છે. રૂદ્રપ્રયાગ જિલ્લા કેદારનાથ અને બદ્રીનાથના ચારધામ તીર્થોના પ્રવેશ દ્વાર છે. ભૂસ્ખલન જોખમ વિશ્લેષણ પહાડી વિસ્તારોમાં કરવામાં આવ્યું. ઉત્તરાખંડ રાજ્યમાં રૂદ્રપ્રયાગ જિલ્લો જ્યાં ભારતમાં સૌથી વધારે ભૂસ્ખલન ધનત્વ છે તે કુલ આબાદી, કામકાજી આબાદી, સાક્ષરતા અને ઘરોની સંખ્યા પણ સૌથી વધારે છે.
દેશના ખાસ 10 જિલ્લા જે ભૂસ્ખલનથી સૌથી વધારે પ્રભાવિત છે તેમાં 2 જિલ્લા સિક્કિમના છે-દક્ષિણ અને ઉત્તરી સિક્કિમ. સાથે જ 2 જિલ્લા જમ્મૂ-કાશ્મીર અને 4 જિલ્લા કેરલના છે. સર્વે વખતે 147 અતિ સંવેદનશીલ જિલ્લાનો અભ્યાસ કરવામાં આવ્યો. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનથી સંબદ્ધ પ્રીમિયર સંસ્થાને ખુલાસો કર્યો છે કે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ અને ટિહરી ગઢવાળા જિલ્લામાં દેશમાં સૌથી વધારે ભૂસ્ખલન ધનત્વ છે સૌથે જ પશ્ચિમી હિમાલયી ક્ષેત્ર ભૂસ્ખલન માટે સૌથી વધારે સંવેદનશીલ છે.
17 રાજ્યો અને બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોના 147 જિલ્લામાં 1988 અને 2022ની વચ્ચે દાખલ કરેલા 80,933 ભૂસ્ખલનના આધાર પર અનઆરએસસીના વૈજ્ઞાનિકોએ ભારતના ભૂસ્ખલન એટલસના નિર્માણ માટે જોખમ મૂલ્યાંકન કર્યું. ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં ઉત્તરાખંડ સરકાર માટે જોશીમઠ હજુ પણ મોટા પડકારોના રૂપમાં તૈયાર છે. જોશીમઠ સહિત ઉત્તરાખંડના અલગ અલગ વિસ્તારોમાં જમીન ખસવાની ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે. તેની શરૂઆત જોશીમઠથી થઈ હતી. જેના બાદ કર્ણપ્રયાગમાં પણ આ પ્રકારની ઘટનાઓ જોવા મળી હતી.
હાલમાં જ બ્રદ્રીનાથ હાઈવેની પાસે સ્થિત ITI ક્ષેત્રના બહુગુણા નગરના ભાગમાં પણ તિરાડો જોવાની વાત સામે આવી હતી. ત્યાર બાદ એક ટીમ નિરીક્ષણ માટે પહોંચી હતી. જેને 25 ઘરોમાં મોટી મોટી તિરાડો જોવા મળી હતી. તેમાંથી 8 ઘરોને ખૂબ જ ખતરનાક જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રહેતા લોકો પાસેથી મકાન ખાલી કરાવવામાં આવ્યા હતા.






