રાજકોટમાં આજે ધુળેટીનું પર્વ રક્તરંજિત બન્યું છે, જ્યાં વહેલી સવારે માતાજીના નામે માનસિક અસ્થિર મગજના નેપાળી પતિએ પોતાના જ પરિવાર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. એમાં તેની ત્રણ માસની નવજાત દીકરીનું મોત થયું છે, જ્યારે 4 વર્ષીય પુત્ર અને પત્ની બંને ઘાયલ થયાં છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે.
હાલ પોલીસે આરોપી પ્રેમસંગ નેપાળીની અટકાયત કરી છે અને મૃતક બાળકીની માતા બસંતીનું નિવેદન લીધું છે. જ્યાં પત્નીએ જણાવ્યું હતું કે મારો પતિ પ્રેમસંગ નેપાળી માનસિક અસ્થિર છે. તેને ”માતાજી” આવતાં હુમલો કર્યો છે. માતાજીએ એમ કહ્યું કે પરિવારના બધાને મારી નાખ, એટલે છરી વડે હુમલો કર્યો છે. મારો પતિ કોઈ કામધંધો કરતો નથી, વાહનો સાફ કરવા જાય છે. હાલ પોલીસે આ નિવેદનને આધારે વધુ તપાસ હાથ ધરી છે.