રાજકોટ જિલ્લામાં આજે ધુળેટીનો દિવસ હત્યા અને દુર્ઘટનાઓનો દિવસ બનીને રહી ગયો. જ્યાં વહેલી સવારે શહેરમાં એક નેપાળી પરિવારમાં નવજાત બાળકીની હત્યા થઈ તો બપોરના સમયે રીબડા રેલવે સ્ટેશન પર રાજકોટ તરફ જતી ઇન્ટરસિટી ટ્રેને એકસાથે 11 બળદને ઠોકરે લીધા હતા. જેમાં 6 બળદના કરણપીર મોત થયા હતા. જ્યારે 5 બળદ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાની જાણ થતાં ગૌરક્ષકોનો કાફલો તુરંત શાપર રેલવે સ્ટેશનને પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્ત બળદને પ્રાથમિક સારવાર પ્રદાન કરી તેના રેસ્ક્યુની કામગીરી હાથ કરી હતી.





