મુંબઇ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં દક્ષિણપંથી સંગઠનોએ મુસ્લિમો સાથે આર્થિક વ્યવહારનો બહિષ્કાર કરવા માટે રેલી યોજી હતી. મુસ્લિમ સમુદાય સાથેના આર્થિક વ્યવહારો માટે બહિષ્કાર કરવા હિન્દુ સંગઠનોએ આહવાન કર્યુ હતું.
મુંબઇ મીરા રોડથી ગોલ્ડન નેસ્ટ ચોક સુધી બે કિ.મી. લાંબી રેલીમાં લવ જેહાદ સામે આક્રમક ભાષણો કરવામાં આવ્યા હતા. લવ જેહાદ અને ધર્માન્તર સામે એક ઉપાય છે કે મુસ્લિમો સાથે આર્થિક બહિષ્કાર કરવાનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું.રેલીમાં પણ કહેવાયું હતું કે, મીરા રોડ પર નવા નગરમાં આજ 97-98 ટકા જેહાદીઓએ કબજો જમાવ્યો છે હિન્દુઓ કયાં રહેવા જશે.