સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા અને તેમને 2 વર્ષની સજા ફટકારી. જે બાદ કોંગ્રેસના નેતાનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. આ સભ્યપદ રદ્દ કરવાની જોગવાઈ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. કેરળની રહેવાસી આભા મુરલીધરને રાહુલ ગાંધીના કેસને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અરજીમાં મહિલાએ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(3)ને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરી છે. આપને જણાવી દઈએ કે કેરળની વાયનાડ સંસદીય બેઠકનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેમનો અયોગ્યતાનો આદેશ 23 માર્ચથી લાગુ થશે. નોટિફિકેશનમાં જણાવાયું છે કે રાહુલ ગાંધીને બંધારણની કલમ 102(1) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 8 હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
લોકોનું પ્રતિનિધિત્વ અધિનિયમ-1951 શું કહે છે ?
પ્રતિનિધિત્વ હેઠળ બે વર્ષ લોક અધિનિયમ 1951 ની કલમ કે તેથી વધુ મુદત માટે કેદની સજા પામેલ વ્યક્તિને ‘દોષિત થવાની તારીખથી’ ગેરલાયક ઠેરવવામાં આવે છે. આ સાથે તે વ્યક્તિ સજા પૂર્ણ થયા પછી છ વર્ષ સુધી જનપ્રતિનિધિ બનવા માટે અયોગ્ય રહેશે. તે સ્પષ્ટ છે કે જો દોષી ઠેરવવામાં આવે છે, તો તે વ્યક્તિ 8 વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં. 23 માર્ચે, 2019 માં નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં તેને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જોકે, સુનાવણી દરમિયાન જ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા અને સજાના અમલ પર 30 દિવસ માટે રોક લગાવી દીધી હતી. જેથી કોંગ્રેસના નેતાઓ ચુકાદાને પડકારી શકે. જણાવી દઈએ કે કર્ણાટકમાં એક જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બધા ચોરોની સરનેમમોદી કેમ છે?