આજકાલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એકદમ સામાન્ય થઈ ગયો છે. મોટાભાગના લોકો તેમના ખર્ચાઓને મેનેજ કરવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. આનાથી ચૂકવણી કરવાનું સરળ બને છે અને લોકોની ખર્ચ કરવાની શક્તિ વધી જાય છે. ઘણી વખત લોકો ક્રેડિટ કાર્ડ દ્વારા તેમની ક્ષમતા કરતાં વધુ પેમેન્ટ કરી દે છે અને પછી સમયસર સંપૂર્ણ બિલ ચૂકવવામાં અસમર્થ હોય છે. જેના કારણે તેમના પર ક્રેડિટ કાર્ડના દેવાનો બોજ વધી જાય છે અને તેમને બિલની સાથે તગડું વ્યાજ પણ ચૂકવવું પડે છે.
ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ન ભરવાના કારણે તમારે તેના પર પેનલ્ટી અને વ્યાજ ચૂકવવું પડે છે. તે જ સમયે, આ કારણે તમારો ક્રેડિટ સ્કોર પણ ખરાબ થઈ જાય છે. જો તમે પણ ક્રેડિટ કાર્ડના બિલથી પરેશાન છો, તો અમે તમને જણાવીશું કે તેનાથી કેવી રીતે બચી શકાય. ચાલો જાણીએ તમારે ક્રેડિટ કાર્ડને કેવી રીતે મેનેજ કરવું જોઈએ.
EMI કરાવતા સમયે નો-કોસ્ટનો ઓપ્શન પસંદ કરો
ક્રેડિટ કાર્ડ દ્વારા EMI પર કંઈપણ ખરીદવું ખૂબ જ સરળ છે. તેમાં EMI સીધી રીતે ઓપરેટ થાય છે. તમે લિમિટ કરતા વધુના ટ્રાન્જેક્શનને સરળતાથી EMIમાં કન્વર્ટ કરી શકો છો. જ્યારે પણ તમે ક્રેડિટ કાર્ડ વડે ખરીદી કરો છો, ત્યારે તેની EMI કરતી વખતે હંમેશા નો-કોસ્ટ EMI નો વિકલ્પ પસંદ કરો. તમારે આ EMI પ્લાનમાં વ્યાજ ચૂકવવું પડશે, તેથી તેને પસંદ કરવાનું ટાળો. આ પ્રેક્ટિસથી તમે બિનજરૂરી વસ્તુઓ ખરીદવાનું ટાળશો અને ખર્ચ પણ ઓછો થશે.
બિલ ચૂકવવા માટે ડ્યૂ ડેટની રાહ ના જુઓ
ઘણી વખત લોકો ક્રેડિટ કાર્ડનું બિલ જારી થયા પછી તેની ચૂકવણી કરવા માટે રૂપિયા એકત્ર કરવાનું શરૂ કરે છે. પરંતુ તમારે બિલ ચૂકવવા માટે ડ્યૂ ડેટની રાહ જોવાની જરૂર નથી. જ્યારે મહિના દરમિયાન તમારી પાસે રૂપિયા ઉપલબ્ધ હોય ત્યારે જ ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવી દો. આમ કરવાથી તમારું બિલ હંમેશા સમયસર ચૂકવાઈ જશે. તે જ સમયે, પ્રી-પેમેન્ટ સાથે તમારો ક્રેડિટ સ્કોર પણ સારો રહેશે.
લોન લઈ ખર્ચ કરવાની પ્રવૃત્તિ પર કન્ટ્રોલ કરો
તમે દર મહિને જેટલી કમાણી કરો છો તેના કરતાં તમારા ખર્ચને હંમેશા ઓછો રાખવાનો પ્રયાસ કરો. વ્યાજ અને દેવાના બોજથી બચવા માટે તમારે લોન લઈને ખર્ચ કરવાની વૃત્તિને નિયંત્રિત કરતા શીખવું પડશે. જો તમારી પાસે 2-3 ક્રેડિટ કાર્ડ હોય તો પણ તેમની મર્યાદા લાખોમાં હોઈ શકે છે, પરંતુ જ્યાં રૂપિયા ખર્ચ્યા વિના અથવા ઓછા પૈસામાં તમારું કામ થઈ શકે ત્યાં ખર્ચ કરવાનું ટાળો. આ રીતે તમે ક્રેડિટ કાર્ડ બિલ પરના વ્યાજથી છૂટકારો મેળવી શકો છો.