
ભાવનગર,તા.૧૧
ગુજરાતમાં ૧૫ એપ્રિલ બાદ દસ્તાવેજ નોંધણીમાં નવા જંત્રી દર લાગુ થવાથી મિલ્કતની સાથે દસ્તાવેજ ખર્ચ પણ વધી પડશે, આથી છેલ્લા દિવસોમાં જૂના ભાવે દસ્તાવેજ કરી લેવા મિલ્કત માલિકોએ રીતસર લાઈનો લગાવી છે. ભાવનગરમાં મોતીબાગ અને વિદ્યાનગર સ્થિત સબ રજીસ્ટ્રાર કચેરીમાં દરરોજના કુલ ૨૨૮ દસ્તાવેજની ક્ષમતા છે, જે તમામ સ્લોટ હાલ હાઉસફૂલ હોવાનું તંત્ર વાહકોએ જણાવ્યું હતું. દરમિયાનમાં ગત નાણાકીય વર્ષમાં જિલ્લામાં ૪૯૩૯૧ દસ્તાવેજાે નોંધાયા જે પૈકી ૭૪૪૩ એટલે કે ૧૭.૭૫% માર્ચ ૨૦૨૩માં જ નોંધાયા છે.ભાવનગરમાં દસ્તાવેજ નોંધણી માટે કુલ ૪ સબ રજીસ્ટ્રાર કચેરી આવેલી છે, નવા જંત્રી દરની અમલવારી પૂર્વે સરકારે દસ્તાવેજ નોંધણી માટે કચેરીની કામ કરવાની સમય મર્યાદામાં વધારો કરતા હવે એક કચેરી ૫૭ દસ્તાવેજ નોંધ કરી શકે છે, ૧૫ એપ્રિલથી નવા જંત્રી દર લાગુ થનાર હોય આર્થિક ખર્ચ વધે તે પૂ



