PM Kisan Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 14મા હપ્તાને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે, સંભવતઃ મેના પહેલા સપ્તાહમાં 14મા હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર થઈ જશે. જો કે, આ વખતે આવા ખેડૂતોના હપ્તા પર કાતર યલાવવામાં આવશે, જેમણે સરકારના નિયમોનું પાલન કર્યું નથી. કારણ કે આ કારણોસર 13મા હપ્તા દરમિયાન પણ લગભગ 2 કરોડ ખેડૂતો 2000 રૂપિયાની રકમથી વંચિત રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, સરકારે યોજનામાં પારદર્શિતા લાવવા માટે ઘણા નિયમોનું પાલન કરવાના નિર્દેશ આપ્યા છે.
ઈ કેવાયસી કરાવવું જરૂરી
હકીકતમાં સરકારે આવા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન યોજના શરૂ કરી હતી. જેઓ ઓછી જમીન ધરાવે છે તેવા ખેડૂતો તેમ જ જેની આર્થિક સ્થિતિ નબળી છે તેવા ખેડૂતો માટે યોજનાની શરૂઆત કરી હતી. પરંતુ આવા ખેડૂતો પણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેઓ ખરેખર તેના માટે લાયક નથી. આ તમામ ખેડૂતોને ફિલ્ટર કરવા માટે સરકારે ઈ-કેવાયસી શરૂ કર્યું હતું. પરંતુ આજે પણ એવા કરોડો ખેડૂતો છે જેમણે હજુ સુધી e-KYC કરાવ્યું નથી. ઈ-કેવાયસીના પગલે સરકારે લગભગ 2 કરોડ ખેડૂતોને 13મા હપ્તાથી પણ વંચિત રાખ્યા હતા. એટલા માટે 14મા હપ્તા પહેલા ઈ-કેવાયસી કરવું આવશ્યક છે. નહિંતર, આ વખતે પણ તમારે 2000 રૂપિયાનો 14મો હપ્તો ગુમાવવો પડશે.
જમીન રેકોર્ડની ચકાસણી
સરકારે પીએમ કિસાન યોજના હેઠળ જમીનની ચકાસણી કરાવવી પણ જરૂરી બનાવી છે. પરંતુ કેટલાક ખેડૂતો જમીનની ચકાસણી કરાવવામાં પણ પાછળ રહી ગયા છે. અમે તમને જણાવી દઈએ કે તમારે જમીનની ચકાસણી અને ઈ કેવાયસી કરાવવું પડશે. નહીંતર હપ્તાથી વંચિત રહેવા તૈયાર રહેજો. કારણ કે 14મા હપ્તા અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રોનો દાવો છે કે 2000 રૂપિયાનો 14મો હપ્તો મે મહિનાની શરૂઆતમાં જ પાત્ર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
આ છે સ્ટેટસ ચેક કરવાની રીત
14મો હપ્તો આવવામાં હજુ લગભગ 15 દિવસ બાકી છે, તેથી જો તમે તમારી સ્થિતિ તપાસવા માગતા હોવ કે તમને 2000 રૂપિયાનો હપ્તો મળશે કે નહીં, તો તમે આ પદ્ધતિ અપનાવીને જાણી શકો છો. સૌથી પહેલા તમારે PM કિસાન સન્માન નિધિ pmkisan.gov.in ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. તેના માટે, પોર્ટલની મુલાકાત લો અને બેનિફિશિયરી સ્ટેટસનો વિકલ્પ પસંદ કરો. તેના પછી 10 અંકનો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો. કેપ્ચા કોડ દાખલ કર્યા પછી, તમે સ્ક્રીન પર સ્ટેટસ જોઈ શકશો.






