2002 માં ગોધરાકાંડ વખતે તોફાનો ફાટી નીકળ્યા હતા. ત્યારે આ તોફાનોમાં નરોડા ગામમાં 11 લોકોનાં મોત નિપજ્યા હતા. 21 વર્ષ બાદ નરોડા હત્યાંકાંડનો ચુકાદો આવવા પામ્યો છે. જેમાં સ્પેશ્યલ કોર્ટે તમામ 86 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. ત્યારે સ્પેશ્યલ કોર્ટનાં ચુકાદા પર ફરિયાદીનાં વકીલે નિવેદન આપતા કહ્યું કે કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારીશું. અમે સ્પેશ્યલ કોર્ટનાં ચુકાદાથી સંતુષ્ટ નથી. ત્યારે 11 લોકોના મૃત્યું કોણે કર્યા તે સવાલ છે. ચુકાદાની કોપી મળ્યા બાદ હાઈકોર્ટમાં જઈશું. સ્પેશ્યલ કોર્ટે નરોડા હત્યા કેસના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. ત્યારે સ્પેશ્યલ કોર્ટે 21 વર્ષ બાદ ચુકાદો આપ્યો છે.
નરોડા કેસનાં ચુકાદા બાદ માયાબેન કોડનાનીનાં વકીલ અમિત પટેલે નિવેદન આપ્યું હતું કે, ખૂબ લાંબી લડાઈ લડવી પડી છે. માયાબેન ઘટના સમયે સ્થળે હાજર ન હતો. તેમજ માયાબેનની હાજરી ફરિયાદ પક્ષ પુરવાર કરી શક્યો નથી. ત્યારે કોર્ટે અમારી દલીલોને ગ્રાહ્ય રાખી છે. ગોધરાકાંડ બાદ નરોડા ગામમાં 11 વ્યક્તિઓની હત્યા થઈ હતી. જે હત્યા કેસમાં માયાબેન કોડનાની, જયદીપ પટેલ સહિત 86 લોકો સામે કેસ નોંધાયો હતો. ત્યારે સ્પેશ્યલ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસનાં સ્પેશ્યલ જજ એસ બક્ષીએ ચુકાદો સંભળાવ્યો. ચુકાદો આવતા જ આરોપીઓ હર્ષનાં આંસુ સાથે કોર્ટ સંકુલ બહાર નીકળ્યા હતા. 21 વર્ષ બાદ સ્પેશ્યલ કોર્ટે ચુકાદો આપ્યો. સ્પેશ્યલ કોર્ટમાં 7 વર્ષથી કેસ ચાલી રહ્યો હતો.