Friday, July 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

3 વર્ષમાં 5 આતંકવાદી હુમલા: પૂંછમાં પુલવામાનું પુનરાવર્તન કરવાનો પ્રયત્ન?

સેનાના ટ્રક પર હુમલામાં પાંચ જવાન શહીદ: 4 આતંકીઓ સામેલ હોવાની આશંકા

aaspassdaily by aaspassdaily
2023-04-21 12:45:36
in રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના સૈનિકોને લઈને એક ટ્રક રાજૌરી સેક્ટરમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ભીમ્બર ગલી અને પુંછ વચ્ચે હાઈવે પર આતંકીઓએ ગોળીબાર કર્યો અને ગ્રેનેડથી હુમલો કર્યો. આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. હજુ સુધી આતંકીઓની ઓળખ થઈ શકી નથી. આ આતંકી હુમલામાં 4 આતંકીઓ સામેલ હોવાની આશંકા છે.
2019માં પુલવામા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ હુમલા બાદ આટલી મોટી આતંકવાદી ઘટના બની નથી પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં 5 આતંકી હુમલા કરવામાં આવ્યા છે.
ભારતીય સેનાએ ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પાંચ સૈનિકોના નામ જાહેર કર્યા છે. શહીદ થયેલા જવાનોની ઓળખ સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના હવાલદાર મનદીપ સિંહ, લાન્સ નાઈક દેબાશીશ બસવાલ, લાન્સ નાઈક કુલવંત સિંહ, સિપાહી હરકિશન સિંહ અને સિપાહી સેવક સિંહ તરીકે થઈ છે. NIA પુંછ હુમલાની પણ તપાસ કરશે. NIAની ટીમ શુક્રવારે સાંજ સુધીમાં સ્થળ પર પહોંચી જશે.
હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે લીધી છે. સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો ફાયદો ઉઠાવીને અજાણ્યા આતંકવાદીઓએ રાશન અને ઈંધણ લઈ જતી ટ્રક પર ગ્રેનેડથી હુમલો કર્યો. જેના કારણે ટ્રકમાં આગ લાગી હતી.

Previous Post

3 મહિનાની અંદર રાશન આપવા સુપ્રીમ કોર્ટ તરફથી આદેશ

Next Post

અમદાવાદીઓને આજથી ગરમીમા ટ્રાફિક સિગ્નલ પરશેકાવુ નહિ પડે

aaspassdaily

aaspassdaily

Related News

સોનમ વાંગચૂકે કેન્દ્રીય મંત્રી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં ઉપવાસ છોડ્યા
તાજા સમાચાર

સોનમ વાંગચૂકે કેન્દ્રીય મંત્રી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં ઉપવાસ છોડ્યા

July 24, 2026
મીઠી વીરડીના યુવક ઉપર સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ હુમલો કર્યો
ભાવનગર

મહુવામાં ધંધો સરખો ચલાવવો હોય તો મફતમાં સોપારી આપવી પડશે કહી વેપારીને માર માર્યો!

July 24, 2026
સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક
ભાવનગર

પાલીતાણાના મોટી પાણીયાળી ગામે જમીન બાબતે કૌટુંબિક કાકાનો પરિવાર પર હુમલો

July 24, 2026
Next Post
અમદાવાદીઓને આજથી ગરમીમા ટ્રાફિક સિગ્નલ પરશેકાવુ નહિ પડે

અમદાવાદીઓને આજથી ગરમીમા ટ્રાફિક સિગ્નલ પરશેકાવુ નહિ પડે

એસિડિટી જેવા રોગની કેટલીક દવા કેન્સરનું જોખમ નોતરે છે?

એસિડિટી જેવા રોગની કેટલીક દવા કેન્સરનું જોખમ નોતરે છે?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.