શકિતપીઠ અંબાજી મંદિરમાં દેવેશ ગ્રુપ દ્વારા 75 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળા કાચના બ્રીજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે અને હાલ આ કાચના બ્રિજ ઉપર ચાલવાની મજા યાત્રીકો લઈ રહ્યા છે.સંપૂર્ણપણે સુરક્ષીત આ કાચના બ્રીજ ઉપરથી એક સાથે 10 વ્યકિતઓ ચાલી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ કાચના પુલ ઉપર ચાલવા માટે યાત્રીકોએ માત્ર 10 રૂપિયાનો ટોકન ચાર્જ ચુકવવો પડે છે અને આ ટોકન ચાર્જ ચુકવ્યા બાદ જ આ ગ્લાસ પર વોક કરી શકે છે. એટલુ જ નહિં આ કાચના બ્રીજની આસપાસ 51 શકિતપીઠ મંદિરોમાં બિરાજતી માતાજીની પ્રતિમાઓ પણ કંડારવામાં આવી છે.જેને લઈ યાત્રીકો ગ્લાસ વોક સાથે દર્શનનો લાભ લઈ રહ્યા છે. જો કે યાત્રીકો પ્રથમ તબકકે કાચનાં બ્રિજ ઉપર ચાલતા ખચવચાટની સાથે ડર પણ અનુભવતો હોય છે પણ અન્ય યાત્રીકોનાં ગ્લાસ વોક જોઈ પોતાની પણ હિંમત વધી જાય છે અને ડરતા ડરતા પણ કાચનો પુલ પાર કરે છે.
અહીયા 3ડી થીયેટરમાં માતાજીની ઉત્પતીવાળો શો જોનારને ગ્લાસ વોક મફતમાં કરવા દેવામાં આવે છે તેમની પાસે આ કાચના બ્રીજ ઉપર ચાલવાનો, કોઈપણ ચાર્જ લેવામાં આવતો નથી. માતાજીની ગુફાના નામે ઓળખાતા આ સ્થળમાં યંત્રને પણ બિરાજમાન કરવામાં આવ્યું છે. જયાં શ્રધ્ધાળૂઓ દર્શન કરી પોતાના જીવનને ધન્ય કરતા હોય છે.
—-





