સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે પરંતુ વાતાવરણમાં થઈ રહેલા ફેરફારોના કારણે કમોસમી માવઠા થઈ રહ્યા છે જેના કારણે હજુ સુધી આંકરો ઉનાળો શરૂ થયો હોય તેવું લાગતું નથી. ત્યારે વધુ એક વખત રાજ્યના હવામાન વિભાગ દ્વારા કોમસમી માવઠું થશે તેવી આગાહી કરવામાં આવી છે જોકે તે પૂર્વે બે ત્રણ દિવસ સુધી રાજ્યભરમાં હીટવેવ રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
આ વખતે ઉનાળામાં વારંવાર થઈ રહેલા કમોસમી માવઠાના કારણે ખેતી પાકને ભારે નુકસાની થવા પામ્યૂ છે ત્યારે આગામી તારીખ 27 અને 28 એપ્રિલ ગુરુ અને શુક્રવારે બે દિવસ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પલટાયેલા વાતાવરણના કારણે પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે આ પૂર્વે બુધવાર સુધી રાજ્યભરમાં હીટવેવ રહેશે અને આકરી ગરમી પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. પલટાયેલા વાતાવરણ વચ્ચે ગુરુવારે ભાવનગર ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, બોટાદ સુરેન્દ્રનગર, સહિતના જિલ્લાઓમાં જ્યારે શુક્રવારે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ,છોટાઉદેપુર, ડાંગ, નવસારી સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી માવઠા પડશે તેવી આગાહી કરવામાં આવી છે.





