Monday, March 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રથમ ગ્રાસે મક્ષિકા: મધ્યપ્રદેશની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે ગાય અથડાઈ

નિઝામુદ્દીનથી કમલાપતિ તરફથી જતી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસની સામે ગ્વાલિયર ભોપાલ ટ્રેક પર એક ગાય આવતા ટ્રેનનું બોનેટ તૂટી ગયું

aaspassdaily by aaspassdaily
2023-04-28 14:48:59
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમપીની જે પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી ગુરુવાર સાંજે શરુ કરાવી હતી, તે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ગ્વાલિયરની નજીક દુર્ઘટનાનો શિકાર થઈ છે. નિઝામુદ્દીનથી કમલાપતિ સ્ટેશન તરફ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ડબરા અને ગ્વાલિયરની વચ્ચે એક ગાય સાથે ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું એન્જીન તૂટી ગયું હતું. ડબરા સ્ટેશન પાસે વંદે ભારત એક્સપ્રેસને રોકીને ટેક્નિકલ સ્ટાફે એન્જીનને રિપેર કર્યું હતું. લગભગ ૧૫ મીનિટ પછી વંદે ભારત એક્સપ્રેસ ભોપાલ તરફ રવાના થઈ હતી. નિઝામુદ્દીનથી કમલાપતિ તરફથી જઈ રહેલી સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસની સામે ગ્વાલિયર ભોપાલ ટ્રેક પર ડબરા સિમિરિયાતાલ સ્ટેશનની વચ્ચે એક ગાય આવી ગઈ. ફુલ સ્પિડે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જ્યારે ગાય સાથે ટકરાઈ તો, ટ્રેનનું એન્જીન તૂટી ગયું. એન્જીનમાં ગાયના શરીરનો ભાગ ફસાઈ ગયો હતો. જેનાથી ટ્રેન એન્જીનનું બોનેટ ખુલી ગયું. દુર્ઘટના બાદ ડબરા સ્ટેશન પાસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રોકી દેવામાં આવી. ફરી તેના એન્જીનને રિપેર કરવાનું કામ શરુ કર્યું. દુર્ઘટના બાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ડબરા સ્ટેશનથી પહેલા ઓવરબ્રિજની નીચે રોકવામાં આવી. ટ્રેનમાં રહેલા રનિંગ ટેક્નીકલ સ્ટાફે એન્જીનને રિપેર કરવાનું કામ શરુ કર્યું.
રેલવે એન્જીનિયરોએ લગભગ ૧૫ મીનિટની મહેનત બાદ એન્જીનના બોનટમાં ફસાયેલ ગાયના શરીરને બહાર કાઢી એન્જીન રિપેર કર્યું. જેમ તેમ કરીને એન્જીનનું બોનટ લગાવ્યું. સેફ્‌ટી ટીમે ઓકે કહ્યા બાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન લગભગ ૨૦ મીનિટ બાદ રવાના થઈ હતી.

Previous Post

Feet Sensation: આ વિટામિનની ઉણપથી હાથ-પગમાં કળતર થાય છે, જાણો કેવી રીતે આ સમસ્યાથી છુટકારો મેળવવો

Next Post

નીરજ ચોપરા કુસ્તીબાજોની વ્હારે આવ્યા, કહ્યું ન્યાય માટે રમતવીરોને રસ્તા પર જોઈને દુઃખ થયું

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
નીરજ ચોપરા કુસ્તીબાજોની વ્હારે આવ્યા, કહ્યું ન્યાય માટે રમતવીરોને રસ્તા પર જોઈને દુઃખ થયું

નીરજ ચોપરા કુસ્તીબાજોની વ્હારે આવ્યા, કહ્યું ન્યાય માટે રમતવીરોને રસ્તા પર જોઈને દુઃખ થયું

ઇન્ડોનેશિયામાં ૭૮ લોકોને લઈને જતી સ્પીડબોટ દરિયામાં ડૂબી: ૧૧ના મૃતદેહ મળ્યા

ઇન્ડોનેશિયામાં ૭૮ લોકોને લઈને જતી સ્પીડબોટ દરિયામાં ડૂબી: ૧૧ના મૃતદેહ મળ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.