ગઈકાલે મોડી રાત્રે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક આવ્યાના સમાચાર મળ્યા હતા. બ્રેઇન સ્ટોક આવતા અનુજ પટેલને કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા વૈષ્ણવદેવી સર્કલ પાસેની કેડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પાપ્ત વિગતો મુજબ અનુજ પટેલનું 2 કલાક ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશન બાદ હાલ અનુજ પટેલની સ્થિતિ સુધારા પર છે. અનુજ પટેલ બ્રેઈન સ્ટોક થતાં તાત્કાલીક સારવાર માટે રવિવારે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની સર્જરી કરવામાં આવી હતી તેમજ હાલ તેમની તબિયત સ્થિર છે અને તજજ્ઞ ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ છે તેમ કેડી હોસ્પિટલે જણાવ્યું હતું.




