કર્ણાટકના મૈસૂરમાં PM મોદીની સુરક્ષામાં ફરી એકવાર ભૂલ સામે આવી છે. વડાપ્રધાનનો રોડ શો ચાલી રહ્યો હતો ત્યારે એક મહિલાએ તેમનો મોબાઈલ તેમની કાર તરફ ફેંકી દીધો હતો. પોલીસે તરત જ કસ્ટડીમાં મહિલાની પૂછપરછ શરૂ કરી. પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું કે તે બીજેપી કાર્યકર છે અને ભૂલથી આવું થયું.
મહિલાએ જણાવ્યું કે તે વડાપ્રધાન તરફ ફૂલ ફેંકી રહી હતી પરંતુ તેણે ધ્યાન ન આપ્યું અને ભૂલથી મોબાઈલ પણ ફૂલ સાથે ગયો. અધિક પોલીસ મહાનિર્દેશક , કાયદો અને વ્યવસ્થા, આલોક કુમારે જણાવ્યું હતું કે ફોન ભારતીય જનતા પાર્ટી કાર્યકરનો હતો અને PM મોદી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ સુરક્ષા હેઠળ હતા. તેમણે કહ્યું, “જે વ્યક્તિએ PMના વાહન પર ફોન ફેંક્યો તેનો કોઈ ખરાબ ઈરાદો નહોતો અને તેણે ઉત્સાહ આ કર્યું. ADG કાયદો અને વ્યવસ્થા આલોક કુમારે જણાવ્યું કે PM નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન ફોન ફેંકનાર વ્યક્તિને સોમવારે સવારે નિવેદન રેકોર્ડ કરવા માટે બોલાવવામાં આવ્યો છે





